Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નગરપાલિકાના પ્રમુખ આખરે કેબિન છોડીને બહાર નીકળ્યા ખરા! લોકો સાથે જ પ્રમુખ સ્થળ ઉપર પહોંચ્યા

ભરૂચના આલી માતરીયા તળાવ સહિત સેવાશ્રમ રોડ નજીકથી એક કિલોમીટર સુધીની વરસાદી કાંસનો સ્લેબ ઠેક ઠેકાણે ધસી પડ્યો છે અને અહીંથી પસાર થતા લોકો ગટરમાં ખાખી રહ્યા છે એક મહિલાનું મોત થયું છે જ્યારે બાળકો પણ ગટરમાં ખાબકી રહ્યા હોવાના વિવાદ વચ્ચે સ્થાનિકોએ પણ હવે આંદોલનનું ફૂંકી નગરપાલિકા ખાતે પહોંચી જતા પ્રમુખે પણ પોતાની કેબિન છોડીને સ્થળ નિરીક્ષણ કરવાની ફરજ પડી હતીભરૂચ નગરપાલિકાના à
નગરપાલિકાના પ્રમુખ આખરે કેબિન છોડીને બહાર નીકળ્યા ખરા  લોકો સાથે જ પ્રમુખ સ્થળ ઉપર પહોંચ્યા
ભરૂચના આલી માતરીયા તળાવ સહિત સેવાશ્રમ રોડ નજીકથી એક કિલોમીટર સુધીની વરસાદી કાંસનો સ્લેબ ઠેક ઠેકાણે ધસી પડ્યો છે અને અહીંથી પસાર થતા લોકો ગટરમાં ખાખી રહ્યા છે એક મહિલાનું મોત થયું છે જ્યારે બાળકો પણ ગટરમાં ખાબકી રહ્યા હોવાના વિવાદ વચ્ચે સ્થાનિકોએ પણ હવે આંદોલનનું ફૂંકી નગરપાલિકા ખાતે પહોંચી જતા પ્રમુખે પણ પોતાની કેબિન છોડીને સ્થળ નિરીક્ષણ કરવાની ફરજ પડી હતી
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૮માં સેવાશ્રમ રોડ નજીક આવેલ મયુરી શોરૂમથી માંડી આલી માતરીયા તળાવ સુધીની એક કિલોમીટર સુધીની વરસાદી કાસ ઉપરનો સ્લેબ ઠેક ઠેકાણે ધસી પડ્યો છે અને મોડી રાત્રે સ્ટ્રીટ લાઈટના અભાવે આ ખુલ્લી ગટર ઉપરથી પસાર થતાં બાળકોથી માંડી વૃદ્ધો પણ ખાબકી રહ્યા છે સાથે જ આ ગટર ઉપરથી પસાર થતી એક મહિલાનું મોત પણ થયું હતું અને આ વિસ્તારના લોકોએ ખુલ્લી ગટરના કારણે મોડી રાત્રે મચ્છરોના કારણે પોતાના બારી બારણા બંધ રાખવા પડે છે સાથે પોતાના નાના બાળકોને પણ ઘરમાં જ પુરાઈ રાખવાની ફરજ પડતી હતી જેના પગલે ચૂંટણીમાં આશ્વાસન આપ્યા બાદ પણ કામ શરૂ કરવામાં ન આવતા સ્થાનિકો વિફર્યા હતા અને છેલ્લા બે દિવસથી મીડિયાના શરણે આવી રોષ ઠાલવી રહ્યા હતા
મીડિયાના અહેવાલો બાદ પણ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ કે પદ અધિકારીઓના રૂવાડુ ન ફરકતા આજે બપોરના સમયે આલી માતરીયા તળાવના રહીશોનું ટોળું નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું અને ખુલ્લી ગટ્ટાની કાયમી સમસ્યાનો અંત લાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. મીડિયાના અહેવાલો બાદ નગરપાલિકાના પ્રમુખ પોતાની કેબિન છોડી શકતા નથી તેવા અહેવાલો બાદ આખરે રજૂઆત કરવા આવેલા લોકો સાથે સ્થળ નિરીક્ષણ કરવા બાહેધરી આપી તાત્કાલિક પ્રમુખે પોતાની કેબિન છોડી સેવાશ્રમ થી આલી માતરીયા તળાવ સુધીની વરસાદી કાંસ ઉપર તૂટી ગયેલા સ્લેબ અને ખુલ્લી કાસની ઉપરથી પસાર થઈ સ્થાનિકોની સમસ્યા હલ કરવાના પ્રયાસો કર્યા હતા અને પ્રમુખ જાતે જે લોકો કાયમ ખુલ્લી ગટર ઉપરથી પસાર થતા હતા તે સ્થળ ઉપરથી પસાર થઈને અનુભવ કર્યો કે સાચા અર્થમાં લોકોની હાલત દયનીય છે જેના પગલે તાત્કાલિક નગરપાલિકાના કર્મચારીઓને સ્થળ ઉપર દોડાવી સાફ-સફાઈ માટેની સૂચનાઓ આપી હતી અને આગામી દિવસોમાં સમગ્ર તૂટી ગયેલી ગટરની કામગીરી માટે ગ્રાન્ટ કેવી રીતે મંજૂર થાય છે અને કેવી ગટર બનાવી તે અંગે ચર્ચા વિચારણા કરી કાયમી સમસ્યા હલ કરવા માટેનું આસવાસન આપ્યું હતું
સમગ્ર ખુલ્લી ગટર એકમાત્ર આલી માતરીયા તળાવના રહીશોનો પગપાળા ચાલવાનો રસ્તો છે અને સમગ્ર ખુલ્લી ગટર પર નો સ્લેબ ઠેકાણે ધસી પડ્યો છે કેટલાય એપાર્ટમેન્ટના મળ મૂત્રથી માંડી હોસ્પિટલના દુર્ગંધવાળા પાણી પણ લોકોના ઘર સુધીની પ્રસાર થાય છે જેના પગલે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવતા લોકો એ પણ આખરે ભરૂચ નગરપાલિકાના પ્રમુખને સ્થળ નિરીક્ષણ કરાવી સમસ્યા હલ કરવા માટે માંગ કરી હતી અને એક અઠવાડિયામાં સાફ-સફાઈ કરવા સાથે નવી ડ્રેનેજ લાઈન કેવી રીતે નાખાય અને વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવા પ્રયાસો થનાર હોવાનું આશ્વાસન સ્થાનિકોને આપ્યું છે. અત્રે ઉલ્લેખની એ બાબત એ પણ છે કે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે નીકળેલા ધારાસભ્યએ તેઓની સમસ્યા હલ કરવા માટેનું આશ્વાસન જે તે સમયે આપ્યો હતો અને ત્યારબાદ માત્ર થીગળા થુગડી કરવાની કામગીરી કરતા સ્થાનિકો છેલ્લા બે દિવસથી રોસે ભરાયા હતા અને અંતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખે સ્થાનિક રહીશોની સમસ્યા સાંભળીને સ્થળ નિરીક્ષણ કરી આશ્વાસન આપ્યું હતું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.